ભાવનગરથી સાળંગપુર પદયાત્રા

545

શહેરનાં ભરતનગર હરિૐ ગૃપ દ્વારા ભાવનગરથી સાળંગપુર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ. સતત ૧૬ વર્ષથી ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ નિમિત્તે ભાવનગરથી સાળંગપુર સુધીની પદયાત્રા યોજવામાં આવે છે. આ પદયાત્રા આજે શહેરનાં ભીડભંજન મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને પ્રસ્થાન કરી હતી. યાત્રામાં ૧૦૦ ઉપરાંત ભાવિકો જોડાયા છે જે હનુમાન જયંતિના દિવસે સાળંગપુર પહોંચી દર્શન કરી પરત ફરશે.

Previous articleસિહોરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરાશે
Next articleકુલપતિના હસ્તે નોકરીના ઓર્ડરો અપાયા