ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની ૧૦૫ વિદ્યાર્થીનીઓને આજે એક કાર્યક્રમ દરમ્યાન ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડા.મહિપતસિંહ ચાવડાના હસ્તે નોકરીના ઓર્ડરો અપાયા હતા. આ વિદ્યાર્થીનીઓને વોર્ષિક દોઢથી અઢી લાખના પગાર પેકેજ સાથે નોકરીઓના ઓર્ડરો અપાયા હતા. જેમાં નંદકુંવરબા કોલેજના ટ્રસ્ટી સહિત પ્રોફેસરો અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.