એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પ્રદિપસિંહ ગોહિલ ને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ ચોગઠ ગામથી ધારૂકા જવાના રસ્તેથી તાલુકો ઉમરાળા આરોપી હનીફભાઇ ફકીરાભાઇ નથવાણી ઉ.વ.૩૦ રહેવાસી મુળ ગામ વંથલી હાલ સરદાર આવાસ, કલ્યાણનગર રોડ, વલ્લભીપુરવાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના અનિરૂધ્ધસિંહ ગોહિલ, પ્રદિપસિંહ ગોહિલ એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.