તળાજા-ત્રાપજ પંથકમાં વીજ દરોડા : રૂા.૧૮ લાખનો દંડ

1112
bhav11-1-2018-6.jpg

પશ્ચિમ ગુજરાત વિજ કંપની દ્વારા ભાવનગરના તળાજા તથા ત્રાપજ પંથકના ગામડાઓમાં વહેલી સવારે હાથ ધરેલ વિજ ચેકીંગમાં પાવરચોરી આચરી મીઠી નિંદર માણી રહેલ ૧પ૩ આસામીઓ આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. થોડા સમય સુધી સુષુપ્ત અવસ્થામાં રહેલ વીજ તંત્રએ ઠંડીના માહોલમાં ફરી એકવાર આળસ મરડી તળાજા સબ ડીવીઝન હેઠળ આવતા ગામડાઓમાં વહેલી સવારથી દરોડા પાડી પાવરચોરી આચરતા ચોરોને થરથરાવ્યા હતા.
આજે વહેલી પરોઢે ભાવનગર શહેર, રૂરલ તથા રાજ્યના અલગ-અલગ શહેરની કુલ ૬૮ અધિકારીઓની ટીમ દ્વારા વીજ ચેકીંગ ડ્રાઈવ યોજી હતી અને તળાજા અને ત્રાપજ પંથકના ગામડાઓમાં ગૃહ વપરાશ તથા કૃષિ જોડાણોમાં તપાસ હાથ ધરેલ. જેમાં બપોર સુધીમાં કુલ ૭૭૪ વિજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી ૧પ૩ જોડાણોમાં યેનકેન પ્રકારે ગેરરીતિ આચરી પાવરચોરી કરાઈ રહી હોવાનું ફલીત થતા આવા આસામીઓને કુલ રૂા.૧૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલ ડ્રાઈવને લઈને પાવર ચોરી આચરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

Previous article ખોરજ ગામના ૪પ લાખના દારૂના ગોડાઉનના મુખ્ય બે આરોપીઓ ઝડપાયા
Next article પોલીસ કાર્યવાહી પર વિશ્વાસ રાખી ત્રીજા દિવસે મૃતદેહનો સ્વીકાર કર્યો