ભાવનગર ની સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા માં ૬૫માં ફોઉન્ડેશન દિવસ નિમિતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં પ્રો. સત્યજિત મેયર મુખ્ય અતિથિ હતા તથા પ્રો. સુખદેવ, સત્યજાઈ મેયર અને પ્રો. સી.એન. મૂર્તિએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમ ની શરૂઆત માં ડો. પારમિતા રે એ પ્રેક્ષકો ને સંબોધન કરતા કહ્યું કે ફોઉન્ડેશન દિવસ ખાલી આપણી સિદ્ધિઓ ને યાદ કરવા માટે નથી, પણ આત્મનિરીક્ષણ કરવા માટે પણ છે, જે વિભાગ માં આપણે પાછળ રહી ગયા છીએ તેમાં કઈ કઈ ભૂલ કરી તે વિચાર કરવાનો છે. સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા ના ડિરેક્ટર ડો. અમિતાવ દાસ એ આ વાત ને આગળ વધારતી માહિતી પ્રસ્તુત કરીને કહ્યું કે ગયા વર્ષ નું આપણું કાર્ય ખુબ સરસ થયું પરંતુ છતાં પણ આપણે ગ્લોબલ રેન્કિંગ માં પાછળ ખાંસી ગયા કારણ કે આપણા સ્પર્ધકો એ વધુ પ્રગતિ કરી છે. તેથી આપણે હજી મહેનત કરવાની જરૂર છે.
પ્રો. સી.એન. મૂર્તિ એ એમ. એસ. યુનિવર્સિટી મેં મેમ્બ્રેન્સ પર થતા કાર્યો વિષે માહિતી આપી અને તેમની ચેલેન્જો પાર ભાર આપ્યો. સત્યજાઈ મેયર એ પર્મીયોનિક્સ ની મુસાફરી વિષે વાત કરતા કહ્યું કે સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા તથા બી એ આર સી એ બંને લેબો મેમ્બ્રેન ની ટેક્નોલોજી માટે ખુબ સક્ષમ છે. અને સેન્ટ્રલ સોલ્ટ તથા પર્મીયોનિક્સ વચ્ચે રિસર્ચ-ફિલ્ડ વર્ક નું કૉલૅબોરેશન થઇ શકે છે. પ્રો. સત્યજિત મેયર એ પોતાની સંસ્થા ની વાર્તા જણાવી અને કોષો ની મેમ્બ્રેન્સ પર પોતાની રિસર્ચ વિષે ચર્ચા કરી.