બોટાદ એલ.સી.બી પી.આઇ. એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના નકલી નોટનાં ગુન્હામાં કામે નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે જુનાગઢી રણછોડભાઇ પટેલ રે. મુળ ગામ મહોબતપરા તા. કુતીયાણ, પોરબંદર વાળો વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ભીલાડ- સરીગામમાં રહેતો હોવાની એલ.સી.બી કચેરીના રામદેવસિંહ દેવુભા મોરી ને ચોક્કસ હકિક મળેલ હોય જે માહિતી આધારે એલ.સી.બી શાખાના ભગવાનભાઇ એસ.ખાંભલા તથા તરૂણભાઇ ડી. ખોડીયા ને ભીલાડ સરીગામ ખાતે તપાસમા જવા રવાના કરેલ હોય જે ટીમ અને ભીલાડ-સરી ગામમાં આવી ખાનગી રાહે મજકુર ઇસમ બાબતે જરુરી માહીતી એકત્રીત કરી અને તેના રહેણાંકના સરનામા તેમજ તેના હાલના ચહેરા વર્ણન અંગેની વિગતો પ્રાપ્ત કરી મજકુરના રહેણાંક મકાનની આજુ બાજુ વોચ ગોઠવવામાં આવેલ અને મજકુર મળી આવતા મજકુર ઇસમ ઉપરોક્ત ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હોય તે જ ઇસમ હોય જેની સંપુર્ણ ખાતરી થઇ જતા બોટાદ એલ.સી.બી કચેરી ખાતે લાવી ધોરણસર અટક કરી ગુન્હાના કામે આગળની કાર્યવાહી માટે બોટાદ પો.સ્ટે ખાતે સોંપી આપેલ છે.