ભાવનગરમાં આજે જૈન સમાજના ૨૪માં તિર્થંકર એવા મહાવીર સ્વામીના જન્મકલ્યાણની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે આજે સવારે મોટા દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બેન્ડ બગી સાથે વિવિધ ફ્લોટ્સ અને મહારાજ સાહેબો, સાધ્વીજીઓ તથા જૈન મુનિઓ સહિત જૈન અગ્રણીઓ અને ભાઇઓ બહેનો જોડાયા હતા. આ શોભાયાત્રા દાદાસાહેબ જૈન દેરાસર ખાતે પહોંચી હતી જ્યાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકનું મહારાજ સાહેબ દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું અને સુપન જુલાવવામાં આવ્યા હતા અને મહાવીર સ્વામીના જન્મના વાંચન થતાની સાથે જ જૈન ભાવિકો દ્વારા ઘંટનાદ અને થાળીનાદ કરી પ્રભુ મહાવીરનાં જન્મને વધાવી એકબીજાને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. ભાવનગર ઉપરાંત પાલીતાણા ખાતે પણ મહાવીર જન્મ કલ્યાણકની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.