કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના પુત્ર વરૂણ ગાંધીએ કહ્યુ કે તેમને ઉત્તર પ્રદેશના રાજકારણમાં કોઈ રસ નથી. તેઓ દિલ્હીમાં જ મોટા થયા છે અને ત્યાં જ અભ્યાસ કર્યો છે. તેમનુ પ્રાંતની રાજનીતિમાં કોઈ મન લાગતુ નથી.
બીજા તબક્કાના વોટિંગ દરમિયાન વરૂણે કહ્યુ તેમને રાજ્યના મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી. વરૂણે કહ્યુ કે પ્રદેશમાં તો મારી રૂચિ છે પરંતુ પ્રદેશની રાજનીતિમાં મારી કોઈ રૂચિ નથી. રાષ્ટ્રીય રાજનીતિમાં એક નાની જગ્યા બનાવવા માટે પાર્ટીએ મને જે તક આપી છે. તેમાં હું ઘણો ખુશ છુ. હું દિલ્હીમાં રહુ છુ. મારો ઉછેર દિલ્હીમાં થયો છે.
ઉલ્લેખનીય છે કે ગઈ વખતે એ ચર્ચા થઈ હતી કે વરૂણ ગાંધી મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે. ત્યારબાદ તેઓ રાજનીતિમાંથી સમગ્રરીતે ગાયબ જ થઈ ગયા હતા. એવામાં સ્પષ્ટ છે કે આ વખતે ખાસ કરીને ચૂંટણીના મોસમમાં વરૂણ ગાંધી ગઈ વખતની ભૂલ બીજીવાર કરે નહીં.
આ વખતે ચૂંટણીમાં મેનકા ગાંધી અને વરૂણ ગાંધીની બેઠકોની અદલા-બદલી કરી દેવાઈ છે. વરૂણ ગાંધી મેનકા ગાંધીની બેઠક પીલીભીતથી તો મેનકા ગાંધી વરૂણની બેઠક સુલ્તાનપુરથી ચૂંટણી મેદાનમાં છે. ગત ચૂંટણી દરમિયાન વરૂણ ગાંધીએ કેટલાક વિવાદિત નિવેદન આપ્યા હતા.