બીબીઍ કોલેજ દ્વારા મેગા પ્લેસમેંટ- ઇન્ટર્નશીપ  ડ્રાઈવ  ચાર કંપનીઓમાં બીબીએનાં વિદ્યાર્થીઓ નું પ્લેસમેન્ટ

944

ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીપી.કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન  બીબીઍનાં તૃતીય વર્ષ ના વિદ્યાર્થીઓ માટે ફાઈનલ પ્લેસમેન્ટ તેમજ દ્વિતીય વર્ષ ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ પ્લેસમેન્ટનું આયોજન થયું. આજની ડ્રાઈવ માં સહજાનંદ લેસર, તાતા કન્સલ્ટન્ટન્સી સર્વિસ. મોરફી ફાઇનાન્સ, ઇટ્‌સ માય લાઇફ પ્રા. લી જેવી કંપનીઓ હાજર રહી હતી. આ  કંપની દ્વારા વિદ્યાર્થીઓને પસંદગી બાદ જરૂરી તાલીમ પણ આપવા માં આવશે.

ટીસીએસ તરફથી ઓમકાર, ઇટ્‌સ માય લાઇફ તરફ થી યશભાઈ, સહજાનંદ લેસર તરફ થી પ્રસન્ના શુક્લા આજ ની ડ્રાઈવ માટે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ પ્રજાપતિ જેઓ આપણી બીબીએ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. જે આપણા માટે ગૌરવ ની બાબત છે. કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા પ્લેસમેન્ટ માટેની પસંદગી બાબત ની જવાબદારી નિભાવી હતી.

કૉલેજ માં અભ્યાસ કરનાર દરેક વિદ્યાર્થીઓ નાં કૌશલ્ય થકી આજે તેઓ ને શરૂઆત થી જ ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ સુધી ની ત્વરિત નોકરી મેળવી શકવા સમર્થ બન્યા છે. હાલ કૉલેજનાં વિદ્યાર્થીઓ દેશની અનેક નામાંકિત કંપનીઓમાં ઈન્ટેરન્શીપ કરી રહ્યા છે. જેમા ઉપરોક્ત કંપની બૅંકિંગ ક્ષેત્રે અલગ અલગ બૅંકોમાં,  તેમજ હોટેલ-મેનેજમેન્ટક્ષેત્રે, આઈટી., ફાર્મા, ટેકસટાઇલ, જેવા અનેક ક્ષેત્રો માં ઍચ.આર., માર્કેટીંગ, ફાઇનાન્સ, ઍડમિનીસ્ટ્રેશન, ઓપરેશન તેમજ મેનેજમેન્ટ જેવા અનેક કાર્યો  માં નિમણુક આપે છે.

તાલીમ મેળવતા વિદ્યાર્થીઓ ઍ જણાવ્યુ હતુ કે કોલેજ દ્વારા વેકેશન દરમ્યાન પણ ઉપરોક્ત તાલીમ નું આયોજન ફક્ત સમય નો સદુપયોગ નહિ પરંતુ તેઓ ને કારકિર્દી માટે જાગૃત બનાવી યોગ્ય વ્યવસાય કે નોકરી ની પસંદગી માટે ઉપયોગી સાબિત થશે.

આમ વિદ્યાર્થીઓઍ કોલેજનાં ઈન્ટેરન્શીપ બાબતે કરેલ પ્રયત્નો માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વળી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ ને થીયરી ના વિષયો સાથે સાથે પ્રાયોગિક તાલીમ માટે નો અભિગમ કોલેજ કેવીરીતે કેળવે છે. તેની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓની ઇન્ટેન્શીપ માટે કૉલેજ દ્વારા વિદ્યાર્થીઓ નાં વિકાસ માટે ની તત્પરતા ઉડી ને આંખે વળગે છે. સ્નાતક કક્ષા ઍ પ્લેસમેંટ તેમજ ઇન્ટેન્શીપ કરાવતી ગુજરાત ની પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે બીબીઍ કૉલેજ નું કાર્ય અદભૂત કહી શકાય.

Previous articleઉત્તપ્રદેશના રાજકારણમાં મને કોઇ રસ નથીઃ વરૂણ ગાંધી
Next articleબહુચરાજી પૂનમના મેળામાં યાત્રિકોના માટે એક કરોડ રૃપિયાનો વિમો