બહુચરાજી પૂનમના મેળામાં યાત્રિકોના માટે એક કરોડ રૃપિયાનો વિમો

824

યાત્રિકોના રક્ષણ માટે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા એક કરોડ રૃપિયાનો વિમો લેવામાં આવ્યો છે. ચૈત્રી પુનમના મેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વીમો લેવામાં આવ્યો છે. મા બહુચરની ઉપસ્થિતિના કારણે શક્તિપીઠ બહુચરાજી લાખો ભાવિકભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આનંદ સ્વરૃપમા બહુચર લાખો ભાઇભકતોના દુખ હરી મનવાંચ્છિત ફળ આપતા વર્ષ દહાડે એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતાની લાગણી અનુભવે છે. માતાજીના ચાર પ્રાગટય ચેકીનું ચોથું પ્રાગટય ચૈત્રીપુનમના દિવસે થયું હોવાના કારણે આ દિવસોમાં લાખો ભાવિકો માતાજીના દર્શન અર્થે દોડી આવે છે. ચૈત્રી પુનમના ત્રિદિવસીય મેળામાં ૮ થી ૧૦લાખ જેટલાં શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે.

આ વર્ષે ૧૦ લાખ જેટલાં શ્રદ્ધાળુઓ ઊમટી પડે તેવી ધારણા રાખી વહીવટી તંત્રએ આયોજન હાથ ધયું છે. મેળાની સફળતાં માટે અમલમાં આવેલ એકશન પ્લાન મુજબ સમગ્રવહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. મેળાની સફળતાં માટે ૧૨ જેટલી સમિતિઓ કાર્યરત બની છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા અધિક કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં પરમીટ વગરના વાહનો પર પ્રતિબંધ,ઢોર લાવવા પર પ્રતિબંધ, ઉપદ્ધવી ચીજવસ્તુઓ પર પ્રતિબંધ, પ્રદુષણ ફેલાવતાં લાઉડ સ્પીકર અને અવાજ કરતાં વાજીંત્ર પર પ્રતિબંધ, પાણીના પાઉચ વેચવા પર પ્રતિબંધ, પ્લાસ્ટીક અને કાગળો રસ્તા પર ફેકવા પર પ્રતિબંધ,મેળાના સ્થળે શૌચક્રિયા પર પ્રતિબંધ, ખાવાપીવા માટે યોગ્ય ના હોય તેવી ચીજવસ્તુઓ પર પ્રતિબંધ અને યાત્રીકને અડચણ કરતી પ્રવૃતિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Previous articleબીબીઍ કોલેજ દ્વારા મેગા પ્લેસમેંટ- ઇન્ટર્નશીપ  ડ્રાઈવ  ચાર કંપનીઓમાં બીબીએનાં વિદ્યાર્થીઓ નું પ્લેસમેન્ટ
Next articleકચ્છના ૧૦માંથી ૫ તાલુકામાં પાણીની તીવ્ર કટોકટી, લખપત-રાપરમાં અતિગંભીર સ્થિતિ