ચાઈનીઝ ઈથિલિનની પડીકીઓથી કેરી પકવતા વેપારીઓ

2198

અગાઉ કેરીના વેપારી દ્વારા કેલ્શિયમ કાર્બાઇડનો દશ ગ્રામની પડીકીનો કેરીને કૃત્રિમ રીતે પકવવા માટે વ્યાપક ઉપ ઉનાળાના આકરા તાપની સાથે સાથે ફળોનો રાજા ગણાતા કેરીનું આગમન પણ શહેરમાં થઇ ગયું છે. છેક જૂનાગઢથી કેસર અને વલસાડથી હાફૂસ કેરીની સેંકડો પેટીઓ વિવિધ ફ્રૂટમાર્કેટમાં ઠલવાઇ રહી છે. આ સંજોગોમાં વેપારીઓ  દ્વારા કાચી કેરીને ઝડપથી પકાવીને તેનું માર્કેટમાં વેચાણ કરવા માટે હવે ઇથિલિનની પડીકીઓનો વપરાશ વધ્યો છે. યોગ કરાતો હતો. જોકે કાર્બાઇડથી પકાવાતી કેરી શરીરના આરોગ્ય માટે જોખમી હોઇ તેના વપરાશ પર લાંબા સમયથી પ્રતિબંધ  મુકાયો છે. અત્યારે પણ કાર્બાઇડથી કેરી પકવવાનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટ દ્વારા સંબંધિત સત્તાવાળાઓને કેલ્શિયમ કાર્બાઇડથી કેરી પકવનારા વેપારીઓ સામે કડકાઇથી પગલાં ભરવાનો આદેશ અપાયો છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કાલુપુર, નરોડા, સહિતના ફ્રૂટ માર્કેટમાં કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગ કરવાના મામલે સખતાઇથી કામ લેવાતાં હવે ફળફળાદિના વેપારીઓમાં ચાઇનીઝ બનાવટની ઇથિલિનની દસ ગ્રામની પડીકીઓનો વપરાશ વધ્યો છે. શહેરના ફ્રૂટ બજારમાં દૈનિક પાંચ હજાર ઇથિલિનની પડીકીનો ઉપયોગ કેરી પકવવામાં થઇ રહ્યો છે. ચીની બનાવટની આ પડીકીમાં પાઉડરના રૂપમાં ઇથિલિન હોય છે. જે ગેસમાં પરિવર્તિત થઇને કેરી પકવે છે.

ઇથિલિનની પડીકીના ઉપયોગ પર કાયદાની દૃષ્ટિએ પ્રતિબંધ નથી. પરંતુ તેના વપરાશના મામલે ફૂડ સેફટીના અમુક નિયમો પાળવાના હોય છે. જેમ કે આ પડીકીને પાંચ થી દસ સેકન્ડ પાણીમાં ઝબોળ્યા બાદ તેને દસ કિલો કેરીની પેટીમાં મૂકવાની હોય છે, ર૪ કલાક પછી પડીકી પેટીમાંથી કાઢી લેવાની હોય છે. તેમજ કેરીના સીધા સ્પર્શથી દૂર રાખીને પેટીમાં પડીકી મૂકવાની હોય છે.

તંત્ર દ્વારા ફુડ સેફટીના નિયમોના ભંગ કરીને ઇથિલિનની પડીકીનો ઉપયોગ કરવાના મામલે તાજેતરમાં નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ, કાલુપુર ફ્રૂટ માર્કેટ અને ઉસ્માનપુરા ફ્રૂટ બજારમાં દરોડા પાડીને કુલ ૪૦૦ નંગ ઇથિલિનની પડીકી જપ્ત કરાઇ હતી.

Previous articleમતદાન જાગૃતી માટેના અનોખા પ્રયાસ બદલ એવોર્ડ
Next articleમાતાના અંતિમ સંસ્કાર કરી શિક્ષક એક કલાકમાં જ ચૂંટણી કામગીરીમાં જોડાયા