અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી /અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે, રેડિયોસીટી ૯૧.૧ અને ગુજરાત યુનિવર્સિટીના સહિયારા પ્રયાસ દ્વારા ૧૮-૧૯ વર્ષના ૭૫૦૦ યુવા મતદારોના નામ વોટરલિસ્ટ માં ઉમેરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે બાદ આ પ્રયાસને લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ના દિવ્ય ત્રિવેદીના હસ્તે વિક્રાંત પાંડે, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હિમાંશુ પંડ્યા રેડિઓસિટીના આરજે હર્ષિલ ને વિશ્વવિક્રમ એનાયત કરવામાં આવ્યો હતો . આ પ્રસંગે સંસ્થાના અશ્વિનભાઈ ત્રિવેદી, સંતોષ શુક્લાજી અને દિવાકર શુક્લજીએ અહમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેયજી સહીત તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.