ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડા ની વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમિત શાહના વિરૂદ્ધમાં પ્રચાર કરશે. સી.જે. ચાવડાના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા આજે સાણંદમાં સાંજે ૬ વાગે રેલી કરવાના છે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા આજે પ્રથમ સભામાં જોવા મળશે. હવે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. કોંગ્રેસ તરફથી ગાંધીનગર બેઠક જીતવાને લઇને એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે ચૂંટણી લડી રહ્યાં હોય ત્યારે આ બેઠકનું વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે. આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ના ઉમેદવારને જીતાડવા માટે શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવી રહ્યાં છે.
ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ વખતે લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા એલકે અડવાણી અત્યારસુધી ચૂંટણી લડતાં હતા. આમ આ વખતે ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ અને કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડા વચ્ચે રાજકીય જંગ જોવા મળી રહ્યો છે. અમિત શાહે ચૂંટણી પ્રચારને લઇને કલોલમાં રોડ શો યોજ્યો હતો.