શત્રુઘ્નસિંહાએ પત્નિ માટે પ્રચાર કર્યોઃ પાર્ટીએ કહ્યું શત્રુ પોતાનો પાર્ટી ધર્મ નિભાવે

452

ભાજપનો છેડો છોડ્યા પછી કોંગ્રેસમાં જનારા શત્રુધ્ન સિન્હાને પાર્ટીમાં માત્ર ગણતરીના દિવસો થયા હશે કે કોંગ્રેસના નેતાઓની નારાજગી તેમના વિરુદ્ઘ થવા લાગી છે. શત્રુધ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા વિરુદ્ઘ લખનઉ લોકસભા સીટમાં ચૂંટણી મેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતરેલા આચાર્ય પ્રમોદ કૃષ્યમે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, ’શત્રુ પોતાનો પાર્ટી ધર્મ નિભાવે.

તમને જણાવી દઇએ કે, શત્રુધ્ન સિન્હા તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસના શામેલ થયા. કોંગ્રેસ તેમણે બિહારની પટના સાહિબ સીટથી ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે, જ્યારે તેમની પત્ની પૂનમ સિન્હાને સપામાં લખનઉથી રાજનાથ સિંહની વિરુદ્ઘ મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે લખનઉથી કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ઉતાર્યા છે.

લખનઉ લોકસભા સીટ પર ગુરુવારે શત્રુધ્ન સિન્હા પત્ની પૂનમ સિન્હાની સાથે નામાંકન અને રોડ શોમાં શામેલ થયા, જે સપામાંથી ઉમેદવાર છે. આ બાબત પર કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ કૃષ્ણમ ભકડી ગયા અને કહ્યુ કે, ’’શત્રુધ્ન સિન્હાની પત્નીને પ્રચારમાં આવ્યા, મારું કહેવુ છે કે તેઓ પાર્ટીનો ધર્મ નિભાવે અને મારા માટે પ્રચાર કરે.

તમને જણાવી દઇએ કે, લખનઉથી રાજનાથ સિંહ વિરુદ્ઘ સપાએ તાજેતર ભાજપને છોડીને કોંગ્રેસમાં શામેલ થયેલા શત્રુધ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા અને કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ઉતારીને રાજનીતિક લડાઇને રસપ્રદ બનાવી દીધી છે.

Previous articleઅમીત શાહને હરાવવા શંકરસિંહ મેદાને : સાણંદમાં રેલી અને સભા
Next articleમહિલા પર અત્યાચાર પુરાવા દિગ્વિજયસિંહને અપાશે : પ્રજ્ઞા