દિલ્હીમાં ભાજપની પત્રકાર પરિષદમાં હોબાળોઃ નરસિમ્હા રાવ પર જૂતુ ફેંકાયુ

482

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. તેની વચ્ચે વધુ એક વખત જુતાકાંડ સામે આવ્યું છે. દિલ્લીમાં ભાજપની પત્રકાર પરિષદ ચાલી રહી હતી. તે સમયે ય્ફન્ નરસિમ્હા રાવ પર એક શખ્સે જુતુ ફેંક્યું હતું. જુતુ ફેંકનાર શખ્સનું નામ શક્તિ ભાર્ગવ હોવાનું સામે આવ્યું છે અને તેની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, પત્રકાર પરિષદમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મામલે કોઈ વાત થઈ રહી હતી. તે સમયે આ શખ્સે જુતુ ફેંક્યું હતું. તો ય્ફન્ નરસિમ્હા રાવ પણ બાલ બાલ બચ્યા હતા અને તેમને જુતુ વાગતા રહી ગયું હતું. ઝડપાયેલ શખ્સ કાનપુરનો રહેવાસી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જૂતું ફેંકયાની ઘટના બાદ પણ ભાજપ પ્રવકતા રાવ સંયમિત દેખાયા અને કોઇપણ આક્રમક પ્રતિક્રિયા કરી નહીં. તેમણે આગળ પોતાની વાત ચાલુ રાખી. આ ઘટના પર ભાજપ પ્રવકતા નલિન કોહલીએ કહ્યું જે પણ શખ્સે આ કર્યું અને જો કોઇના કહેવા પર કર્યું છે તો તે ખૂબ જ દુઃખદ છે. આ અમર્યાદિત આચરણ છે અને લોકતંત્રમાં તેના માટે કોઇ જગ્યા નથી.

જોકે જુતુ ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Previous articleમહિલા પર અત્યાચાર પુરાવા દિગ્વિજયસિંહને અપાશે : પ્રજ્ઞા
Next articleસારે મોદી ચોર બોલી રાહુલ ફરી ફસાયા : માનહાનિ કેસ