સિહોરની કુંજગલીમાં જીવલેણ ખાડાઓથી અકસ્માતની દહેશત

744

સિહોરની કુંજગલી વિસ્તારમાં કોઈ પ્રાઇવેટ કંપની દ્વારા કેબલ કામ માટે  મસમોટા ખાડા કરાયા હોય આ મસમોટા જીવલેણ ખાડાઓ નહી બુરતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.

આવા ખાડાઓ અનેક જગ્યાએ ખોદવામાં આવેલ હોય તંત્ર દ્વારા મજૂરીઓ પણ આપવામાં આવી હશે પરંતુ આ કંપની ની બેદરકારી નો ભોગ હજુ ગઈકાલે એક બાળક બન્યો હતો આ બાળક આ કંપની ની બેદરકારી થઈ બનાવેલ  ખાડામાં પડી ગયેલ અને ઈજાગ્રસ્ત બનેલ છતાં આ અંગે તંત્ર મૌન સાધેલ છે તો શું આ જીવલેણ ખાડાઓ રસ્તા વચ્ચે જ હોય છતાં નાગરિકોએ મૂંગા મોઢે સહન કરવાનું કે પછી આનો યોગ્ય નિકાલ તાત્કાલિક આવશે હવે જોવાનું રહ્યું. આગામી દિવસ બે માં આવા જીવલેણ ખાડાઓ નહિ બુરાય તો ગાંધીચીધ્યા માર્ગે જવાની રહીશો ની ચીમકી આપવામાં આવી છે.

Previous articleરવાન્ડા-આફ્રિકા ખાતે વરસાદી મોસમમાં મોરારિબાપુ રામગાનથી લોકોને ભીંજવશે
Next articleસોનગઢ કષ્ટમોચન હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે