સાવરકુંડલા અને રાજકોટના બે સંતો પોતાનો પરિવાર સમાજનો અંચળો ઉતારી પ્રભુ ભજનમાં લીન રહી રહેતા બારોટ સમાજના રાજકોટ ભગવતી આશ્રમના ઉદાસી સંત પૂજ્ય શાંતિદાસબાપુ અને સાવરકુંડલા ખોડીયાર આશ્રમના મહંત નાથ સંપ્રદાયના સંત પ્રવિણનાથ બાપુ બારોટ સમાજના ઉત્કર્ષનું કામમાં સમાજને જરૂર પડી ત્યારે પ્રથમ રાજકોટ કનકભાઇ બારોટ જ્યારે બારોટ સમાજના અંદર અંદરના પડી ગયેલા ૧૮મી સદીની વિચારધારાને તિલાંજલી આપી સમસ્ત વહીવંચા બારોટ સમાજને એક કરવા કનકભાઇ એ પહેલ કરી અને સમાજ વાડીનું દોઢ કરોડના ખર્ચે કામની શરૂઆત કરી અને સંત શાંતિદાસ બાપુએ તે વાડીના કામમા દોઢ લાખ અને નિર્ભય કુટીર મહંત નિર્ભયદાસબાપુ દ્વારા પણ રૂા.દોઢ લાખ કનકભાઇને યોગદાન આપી તેમજ કચ્છ બારોટ સમાજની સપ્તાહમાં ૫૧ હજારની દાનની સરવાણીમાં પ્રેરણારૂપ બની ઇતિહાસ સર્જ્યો છે.
તેમજ સાવરકુંડલા બારોટ સમાજ પ્રમુખ નટુભાઇ દ્વારા બારોટ સમાજ વાડીમાં નવા હોલનું કામ ૨૦ લાખના ખર્ચે તૈયાર કરવા શરૂઆતોમાં સૌ પ્રથમ સાવરકુંડલા પાસે જંગલમાં ખોડીયાર આશ્રમના બારોટ સમાજના નાથ સંપ્રદાયના મહંત સંત ધુણા લગાવી આરાધના કરતા પૂજ્ય પ્રવિણનાથ બાપુએ બારોટ સમાજ વાડી માટે સૌ પ્રથમ રૂપિયા સવા લાખનું દાન રોકડમાં નટુભાઇ બારોટની કમીટીને અનુદાન આપી વાડીનું કામ આશીર્વાદ આપી શરૂ કરાવતા બારોટ સમાજના દાતાઓ મન મુકીને વરસતા આજે તે હોલ પૂર્ણતાના આરે પહોંચ્યો હોય અને હજુ સમાજના માતાઓની દાનની સરવાણીનો ધોધ રાજકોટ અને કુંડલા શરૂ જ છે. સમાજને રાષ્ટ્રને જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે બગદાણા વાળા સંત બજરંગદાસબાપાએ પાકિસ્તાન સાથે યુદ્ધ સમયે પોતાની મઢીની હરરાજી કરીને રૂપિયા સરહદ પર લડત આપતા જવાનો માટે મોકલેલ આ પરંપરા બારોટ સમાજના બે અડખંમ સંતો એ જાળવી રાખી છે કે અમોએ જે જ્ઞાતિમાં જન્મ લીધો તે જ્ઞાતિનું બની શકે તેટલું ઋણ ચૂકવીએ છીએ તેમ યુવા બારોટ સોશ્યલ ગૃપ રાજકોટ પ્રમુખ કનકભાઇ બારોટ અને સાવરકુંડલાના કાર્યકર નંદાભાઇ તથા બારોટ સમાજના પ્રમુખ નટુભાઇ બારોટે જણાવેલ.