પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળાની ત્રણ દિકરીઓ વાળઆ અર્ચનાબા બી. વાળા, નિશાબા આર. અને વાઘેલા આરજુ અશોકભાઇની જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ શાળામાં પસંદગી થઇ છે. શાળાના બાળકોએ આચાર્ય બી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમ જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ દોડ-કૂદ વગેર સાત પ્રકારની શારીરિક કસોટી આપી હતી. જેમાં આ ત્રણ દિકરીઓની પસંદગી થઇ છે જેમાં વાળા અર્ચનાબા પાલીતાણા તાલુકામાં પ્રથમ અને સમગ્ર ભાવનગર જિલ્લામાં બહેનોમાં બીજો નંબર આવેલ છે. હવે ધો.૧૨ સુધી આ ત્રણેય દિકરીઓને રમતન ઘનિષ્ઠ તાલીમ સરકાર દ્વારા આપવામાં આવશે. અને તેમના અભ્યાસની ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો, સ્પોર્ટસ કીટ સહિત તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. શાળાની એક સાથે ત્રણ દિકરીઓએ શાનદાર સફળતા મેળવતા શાળાના આચાર્ય બી.એ.વાળા અને સમગ્ર શાળા પરિવાર તથા ગામના સરપંચ ગોકુળભાઇ વાઘેલા અને ઉપસરપંચ અજીતસિંહ વાળાએ અભિનંદન પાઠવેલ છે.