હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરાયું

1058

આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનાર ભાવનગર લોકસભાની ચૂંટણી દરમ્યાન બંદોબસ્તમાં વ્યસ્ત રહેવાનાં કારણે ભાવનગર જિલ્લાના હોમગાર્ડ જવાનો માટે આજે એસ.પી. કચેરી ખાતે આવેલ તાલીમ ભવનમાં મતદાન યોજવામાં આવ્યું હતું. ફરજમાં વ્યસ્ત રહેવાનાં કારણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા વિના ન રહે તે માટે હોમગાર્ડ જવાનો માટે આજે યોજાયેલા મતદાનમાં હોમગાર્ડનાં મહિલા અને પુરુષ જવાનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તસ્વીર : મનિષ ડાભી

Previous articleટેમ્પલબેલનાં ઝીંકાયેલા વેરાનાં વિરોધમાં સીપીએમ આવતીકાલે જાહેરસભા ગજવશે
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી