સેક્સી લિન્ડસે લોહાન પાંચ વર્ષ બાદ અનેક ફિલ્મો કરશે

593

જુદા જુદા કારણોસર હમેંશા વિવાદોમાં રહેલી અભિનેત્રી લિન્ડસે લોહાન ફરી સક્રિય થઇ ગઇ છે. તેની પાસે હાલમાં કેટલીક નવી ફિલ્મ છે.  જેમાં ધ શેડો વિથીન નામની ફિલ્મ માર્ચ મહિનામાં રજૂ કરવામાં આવી હતી.  ખરાબ તબક્કામાંથી પસાર થયા બાદ  તે ફરી એકવાર ફિલ્મી કેરિયર પર ધ્યાન આપી રહી છે. ખરાબ તબક્કામાંથી તે હવે બહાર નિકળી ચુકી છે. કોઇ વિવાદમાં હવે તે રહેવા ઇચ્છુક નથી.  ૩૨ વર્ષીય સેક્સી લોહાન  હવે અગાઉના તેના મુશ્કેલભર્યા તબક્કમાંથી બહાર નિકળીને આગળ વધવા માગે છે. લોહાનની કેરિયરમાં અનેક ઉતારચઢાવ આવી ચુક્યા છે. ન્યુયોર્ક શહેરમાં જન્મેલી લોહાને વર્ષ ૧૯૮૯થી ફિલ્મોમાં ભૂમિકા કરી છે. બાળ કલાકાર તરીકે લોહાને હોલિવુડમાં એન્ટ્રી કરી લીધી હતી.અભિનેત્રી અને ગાયિકા તરીકે તે પ્રથમ સફળ સ્ટાર પૈકીની છે. જો કે લોહાન કેટલીક ખોટી ટેવના કારણે મુશ્કેલીમાં મુકાઇ હતી. અમેરિકન અભિનેત્રી અને ફેશન મોડલ લોહાનને શરૂઆતમાં પણ મોટી સફળતા મળી હતી. તેની યાદગાર ફિલ્મોમાં ફ્રીકી ફ્રાઇડે, મીન ગર્લ અને સ્કાયરી મુવીનો સમાવેશ થાય છે. વિતેલા વર્ષોમાં ખરાબ તબક્કામાંથી બહાર નિકળ્યા બાદ તે હવે પોતાની કેરિયર પર ફરી એકવાર ધ્યાન આપી રહી છે. તેની પાસે મોટા પ્રમાણમાં ફિલ્મોની ઓફર આવી રહી છેે. જે તે હવે સાવધાની પૂર્વક સ્વીકારી રહી છે. પહેલા જેવી ભૂલ કરીને કેરિયર ખરાબ કરવા તે હવે માંગતી નથી. કેરિયરને હવે સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આગળ વધવા માગે છે.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleજીમમાં નવા પાર્ટનર સાથે શિલ્પા શેટ્ટી નજરે પડી