લોસભા ચૂંટણીના અનુસંધાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આઠમી મેના દિવસે પ્રયાગરાજમાં વિશાળ જનસભા કરવા જઇ રહ્યા છે. મોદીએ તારીખને લઇને તેમની યોજનાને મંજુરી આપી દીધી છે જેથી તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. પાર્ટીના નેતા મોદીની રેલીને પરેજ ગ્રાઉન્ડમાં યોજવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આના માટે વહીવટીતંત્રનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે. પરેડ મેદાનથી બીજી મોટી જગ્યાએ અન્ય કોઇ જગ્યાએ નથી જેથી અહીં આ સભા કરવા માટેનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. અલ્હાબાદની બંને સીટ પર માહોલ જમાવવા માટે મોદી પ્રયાસ કરનાર છે. રસપ્રદ બાબત એ છે કે આ મતવિસ્તાર બંને લોકસભાની વચ્ચે આવે છે. બંને ક્ષેત્રોની પ્રજાને અહીં સરળતાથી લાવી શકાય છે. એમ માનવામા ંઆવે છે કે ચૂંટણી પહેલા બંને ઉમેદવારો મોદીની સાથે મંચ પર ઉપસ્થિત રહેશે. આ બંને ઉમેદવારો મોદીની હાજરીમાં વિરોધીઓ સામે શક્તિ પ્રદર્શન કરનાર છે. મોદી આ પહેલા કુંભમાં સમાપન કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા હતા. તમામ લોકો સારી રીતે જાણે છે કે પ્રયાગરાજની બંને સીટો પર છટ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થનાર છે. બંને લોકસભા સીટ પર કુલ ૧૨ વિધાનસભા સીટો આવે છે. મોદીના ઝંઝાવતી પ્રચારના ભાગરૂપે એક પછી એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ ૩૦ દિવસના ગાળામાં મોદી હવે ૧૦૦થી પણ વધારે રેલી કરનાર છે. હજુ સુધી દિવસમાં ત્રણ રેલી કરી રહેલા મોદી હવે દિવસમાં ચાર રેલી કરનાર છે. આગામી એક મહિનાની અંદર દેશના જુદા જુદા ભાગોમાં ૧૦૦થી વધારે રેલી કરનાર છે. આવનાર દિવસોમાં રેલીના આંકડામાં ફેરફાર થઇ શકે છે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદથી મોદી દરરોજ બેથી ત્રણ રેલી યોજી રહ્યા છે. મંગળવારથી તેમની રેલીની સંખ્યા ચાર થઇ ચુકી છે. કારણ કે, વડાપ્રધાનની દરેક સંસદીય બેઠકમાંથી માંગ આવી રહી છે. આ માંગને પૂર્ણ કરવા માટે રેલીની સંખ્યા વધારવામાં આવી રહી છે. એવા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે કે, કોઇ જગ્યાએ એક દિવસમાં સંખ્યા પાંચ સુધી પણ કરવામાં આવી શકે છે. ચૂંટણી વડાપ્રધાન મોદીના નામ પર ચાલી રહી છે જેથી મોદીને પ્રચારની જવાબદારી પોતાના હાથમાં લેવાની ફરજ પડી રહી છે. ભાજપના દરેક દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે પરંતુ મોદીની રેલીઓની સંખ્યા સૌથી વધારે દેખાઈ રહી છે. આક્રમક પ્રચારનો દોર જારી રહી શકે છે. વડાપ્રધાનની સાથે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, મથુરાના સાંસદ હેમા માલિની, અમેઠીના ઉમેદવાર સ્મૃતિ ઇરાની અને અનુપ્રિયા પટેલના કાર્યક્રમ યોજવા માટેની પણ તૈયારી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી અન્ય પાર્ટીઓ કરતા વધારે લડાયક દેખાવ કરવા માટે તૈયાર છે.ભારતીય જનતા પાર્ટીની સામે આ વખતે સપા અને બપસના ગઠબંધનના કારણે કેટલાક પડકારો દેખાઇ રહ્યા છે.