અંબાજી : કાર ચાલકે પોલીસકર્મી પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો

1370
guj11-1-2018-3.jpg

અવાર-નવાર પોલીસ પર હુમલાના બનાવો બનતા હોય છે. ખાસ કરીને બોર્ડર પર અથવા કોઈ ચેકપોસ્ટ પર કામ કરતા પોલીસ કર્મીઓએ અનેક વખત વાહનચાલકોના રોષનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે અંબાજીના હડાદ પાસે એક કાર ચાલકે પોલીસકર્મી પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.બનાવની વિગત એવી છે કે હડાદ પાસે ચેકિંગ દરમિયાન પોલીસે એક કારને ઉભી રાખી હતી. પોલીસના ઈશારા બાદ કાર ચાલક ઉભો પણ રહી ગયો હતો. પરંતુ બાદમાં તેણે ત્યાંથી કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે એક પોલીસ કોન્સ્ટેબલને અડફેટે લીધો હતો. કારની ટક્કરથી કોન્સ્ટેબલ રસ્તા પર પટકાયો હતો.
ચેકિંગ દરમિયાન સાથે રહેલા પોલીસ કર્મીઓએ કાર ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે ગાડી મારી મૂકી હતી. પોલીસે આ કેસમાં સીસીટીવી મેળવીને કાર ચાલકને શોધવા પ્રયાસ હાથ ધર્યા છે. સીસીટીવીને જોતા એવું લાગી રહ્યું છે કે કાર અકસ્માતનો ભોગ બની હતી. કારનું આગળનું બોનેટ તૂટેલું જણાઈ રહ્યું છે.સીસીટીવીમાં જોઈ શકાય છે કે અકસ્માતનો ભોગ બનેલી લાગતી એક કારને પોલીસે રોકવાનો ઈશારો કર્યો હતો. બાદમાં એક કોન્સ્ટેબલ કાર ચાલક સાથે કંઈક વાતચીત કરે છે અને કારને રસ્તાની બાજુમાં લેવાનું કહે છે. કારચાલક કારને બાજુમાં લેવાનો ઢોંગ કરીને ત્યાંથી ભાગી નીકળે છે. આ દરમિયાન અન્ય એક કોન્સ્ટેબલ કારને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે કારની અડફેટે આવી જાય છે અને જમીન પર પટકાય છે.

Previous article રેફ્રિજેશન અને કોલ્ડ ચેઈન ઉદ્યોગના આ.રા. પ્રદર્શનની રેફકોલ્ડ ઈન્ડિયા યજમાની કરશે
Next article વડોદરામાં બુલેટ ટ્રેન ૧૦ માળ ઉંચા એલિવેટેડ ટ્રેક પરથી પસાર થશે