ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઍમેચ્યૉર રેડિયો ક્લબ દ્વારા ૧૧ થી ૧૮ એપ્રિલ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના હેમ રેડિયો ઓપરેટર ભેગા મળીને સપ્તાહ વર્લ્ડ ઍમેચ્યૉર રેડિયો ડે (તા. ૧૮ એપ્રીલ)ની ઉજવણી કરી રહ્યાં છે. જેમા અમદાવાદ અને ગાંધીનગરના હેમ રેડીયો ઓપરેટર મળીને રોજ નવા હેમ રેડિયોના કાર્યક્રમો યોજી વાયરલેસ કોમ્યુનિકેશનના આ અદભૂત શોખને સામાન્ય માનવી તથા નવી પેઢીના બાળકો સુધી પહોંચે તે માટેનો એક જાગૃત પ્રયત્ન કરી રહ્યા છે.
હેમ રેડિયો ના શોખમાં આગળ વધવું હોય તો તે અંગેનું શિક્ષણ કોઈ સ્કૂલ કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટ માં મળતું નથી પણ નજીકમાં જો કોઈ એક્ટિવ હેમ રેડીઓ ઓપરેટર રહેતા હોય અથવા હેમ રેડિયોની ક્લબનો સંપર્ક સાધી જલદી શીખી શકાય છે. રવિવારે સવારે સે.૪ના સરિતા ઉદ્યાનમાં એક્ટિવ હેમ રેડિયો ઓપરેટર દ્વારા ફિલ્ડ- ડેનું આયોજન કર્યું હતું. સરિતા ઉદ્યાનમાં ર્મોનિંગ વોકમાં આવતા લોકો વાયરલેસ સેટ ઉપર વાતો કરતા જોઈ હેમ રેડિયોની હોબી વિશે જાણકારી મેળવતા હતા.
કાર્યક્રમમાં પ્રવીણ વલેરા, ડો. જગદીશ પંડયા, કૌશલ જાની, કૌશલ જાની, દીપક આશરાએ કાર્યક્રમમાં આવનાર લોકોને ગાંધીનગરથી અન્ય દૂરના સ્થળોના હેમ ઓપરેટર સાથે વાત કરાવી હતી.