મૈનપુરી : ૨૪ વર્ષ બાદ માયા અને મુલાયમ એક મંચ પર નજરે પડ્યા

621

૨૪ વર્ષના લાંબા ગાળા બાદ મુલાયમસિંહ અને માયાવતી આજે એક મંચ ઉપર જોવા મળ્યા હતા. કોઇ સમયે એકબીજાના નક્કર હરીફ રહી ચુકેલા સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી આજે મૈનપુરીના મંચ ઉપર એક સાથે નજરે પડ્યા હતા. ઉત્તરપ્રદેશની રાજનીતિમાં આ એક ઐતિહાસિક ક્ષણ આવી હતી. ૨૪ વર્ષ બાદ એક સાથે દેખાયેલા આ બંને નેતાઓની ચર્ચા આજે જોવા મળી હતી. માયાવતીએ ગેસ્ટહાઉસ કાંડનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ એમ પણ કહ્યું હતું કે, મોટા લક્ષ્યને હાંસલ કરવા માટે જૂની વાતો ભુલવાની જરૂર હોય છે. મુલાયમસિંહ પણ સંસદમાં મહિલાઓ માટે કરવામાં આવેલા કામનો ઉલ્લેખ કર્યો હતો. બંને નેતાઓએ એકબીજાની પ્રશંસા કરી હતી. માયાવતીની સામે સમાજવાદી પાર્ટીના સ્થાપકે આ નિવેદનને ગેસ્ટહાઉસ કાંડથી તેમના આગળ વધી જવાનો સંકેત આપ્યો હતો. મંચ ઉપર બેઠેલા માયાવતીની હાજરીમાં મુલાયમે તેમની પ્રશંસા કરી હતી જ્યારે માયાવતીએ પણ તેમની પ્રશંસા કરી હતી.

ભાષણની શરૂઆતમાં માયાવતીએ ૨૪ વર્ષ પહેલાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સપા અને બસપા વચ્ચે ખરાબ સંબંધો માટે ગેસ્ટહાઉસ કાંડ મુખ્યરીતે જવાબદાર હતી. માયાવતીએ ગઠબંધનના નિર્ણય ઉપર સમર્થન કરતા કહ્યું હતું કે, જનતા અને મિડિયા જાણવા માંગે છે કે, બસપના પ્રમુખની સાથે મુલાયમસિંહ યાદવની સરકારના લીધે ખાસ કરીને બીજી જૂન ૧૯૯૫ના દિવસે ગેસ્ટહાઉસ કાંડ છતાં યુપીમાં સપા અને બસપા ગઠબંધન કેમ થયું છે. માયાવતીએ કહ્યું હતું કે, દેશ અને જનહિતમાં ઘણી વખત આ પ્રકારના નિર્ણય લેવા પડે છે. આ બાબતોને આગળ રાખીને દેશની વર્તમાન હાલતને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા દ્વારા સાથે મળને ચૂંટણી લડવાનો નિર્ણય બિલકુલ યોગ્ય દેખાઈ રહ્યો છે. રાજનીતિ દાવપેચ અને વ્યૂહાત્મક રમતો રમાતી રહે છે. દાવપેચ યોગ્ય સમય પર રમવામાં આવે તો ફાયદો થવાની તકો રહે છે. મૈનપુરીમાં પણ આવો જ પ્રસંગ આવ્યો છે. રાજનીતિ દિગ્ગજ ગણાતા મુલાયમે મંચ ઉપર ઉપસ્થિત રહીને કહ્યું હતું કે, માયાવતીએ હંમેશા તેમની મદદ કરી છે. બસપાના વડાએ મોદીને બનાવટી પછાત તરીકે ગણાવીને કહ્યું હતું કે, સપાના નેતા મુલાયમસિંહ અસલી ઓબીસી નેતા તરીકે છે. આ ગાળા દરમિયાન બંને નેતાઓએ એકબીજાની ભરપુર પ્રશંસા કરી હતી. મુલાયમસિંહે પોતાના ભાષણમાં કેટલીક મિનિટો તો માયાવતીની પ્રશંસા કરી હતી. માયાવતીની પ્રશંસા કરતા મુલાયમે કહ્યું હતું કે, તેઓ તેમનું અભિનંદન કરે છે. મૈનપુરીની પ્રજાને તેઓ કહેવા માંગે છે કે, ઘણા સમય બાદ બંને પક્ષો એક થયા છે. માયાવતીનું સ્વાગત અમે કરીએ છીએ. માયાવતી અમારી જીતની ખાતરી કરવા માટે પહોંચ્યા છે. મુલાયમસિંહના ભાષણમાં ગેસ્ટ હાઉસ કાંડની પણ ઝલક જોવા મળી હતી. સપા કાર્યકરોને અપીલ કરી હતી કે, માયાવતીનું સન્માન કરવામાં આવે તેે જરૂરી છે. એક સાથે રહેવાની અપીલ બંને પાર્ટીઓ દ્વારા આ પ્રસંગ ઉપર કરવામાં આવી હતી અને સાથે મળીને લડવાની વાત કરાઈ હતી.

Previous articleરાહુલને બ્રિટન કોર્ટમાં ખેંચી જવા લલિત મોદીની ચિમકી
Next articleઅમેઠીમાં પરિવારના બેનરને લઇ રાહુલ ગાંધીને નોટિસ ફટકારાઈ