સિહોર તાલુકાના ધ્રુપકા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બે ત્રણ દરવાજાના તાળા તોડીને ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે અગાઉ સિહોર અને પંથકમાં અનેક ચોરીઓની ઘટના બની છે અનેક ફરિયાદો થઈ છે તો અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ પણ નથી તસ્કરો સિહોર અને પંથકને જાણે રેઢું પડ ભાળી ગયા હોય એમ એક પછી એક ચોરીની ઘટનાઓ બનવા પામી છે અને પોલીસ તંત્રનું જાણે અસ્તિત્વ જ ન રહ્યું હોય તેમ તસ્કરો પણ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે સિહોરના ધ્રુપકા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઘૂસીને બે જેટલા રૂમોના નકૂચા સાથે તાળા તોડીને કોમ્યુટરની અને પીસીની ચોરી કરી કેટલીક ચીજવસ્તુની તોડફોડ પણ કરવામાં આવી છે અને કેટલીક શૈક્ષણિક ચોપડી, ચીજ વસ્તુની વેરવિખેર કરીને ફરાર થઈ ગયા હતા ત્યારે આ ઘટનામાં ભારે ચકચાર મચી છે પોલીસ કાફલો પણ દોડી જઇને કાર્યવાહી હાથ ધરી છે.