બાબરામાં ડમ્પર અને બાઇકનાં અકસ્માતમાં બે યુવાનોના મોત

774

બાબરા મધ્યમાંથી પસાર થતા રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે ઉપર સ્પીડબ્રેકર ના અભાવે અવાર નવાર અકસ્માત સર્જાતા હોવાની સાથો સાથે અનેક લોકો ને મરણ ના શરણ થવું પડે છે અને અવારનવાર ગ્રામ્ય વિસ્તાર માં ગતી અવરોધક મુકવા ની માંગો છતાં સ્ટેટ માર્ગમકાન વિભાગ દ્વારા યોગ્ય કરવા માં નહી આવતા અકસ્માત ના પગલે લોકરોષ વધી રહ્યો છે

આજે બપોર ના સમયે બોડીયા હનુમાન મંદિરે ધાર્મિક પર્વ ની ઉજાણી અને પ્રસાદ આરોગી  ઘર તરફ પરત આવી રહેલા મિત્રો ના પોલીસ મથક લગોલગ બાઈક સાથે પુરપાટ ગતી માં આવી રહેલ ડમ્પર ના ચાલક ની ગફલત ના કારણે  અકસ્માત નોતરી બંને ના  ઘટના સ્થળે મોત નીપઝાવી ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકી નાસી છૂટ્યો હતો. વિગત મુજબ આજે બપોરે પોલીસ મથક નજીક ડમ્પર નંબર જીજે ૧૧ ટીટી ૭૫૧૩ સાથે સામે થી આવી રહેલા બાઈક નંબર જી.જે.૧૪ એફ.૩૫૭૬ ધડાકાભેર અથડાતા બાઈક સ્વાર સુરેશભાઈ રતાભાઈ સુવાણ(ઉ.વ.૩૫), જગાભાઈ બાવદિનભાઈ રાઠોડ (ઉ.વ. ૪૮) નું કમકમાટી ભર્યા મોત થયા હતા મૃતક સુરેશભાઈ બાબરા માલધારી સમાજ ના યુવા અગ્રણી અને દૂધ કલેકશન ડેરી તેમજ ખેતી પશુપાલન નો વ્યવસાય કરતા હતા. જ્યારે જગાભાઈ ખેતી સહિત મજુરી કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હોવાનું જાણવા મળ્યું છે  ગ્રામ્ય મધ્ય માં પસાર થતા રોડ ઉપર અકસ્માત થી વાહન વ્યવહાર સ્થગિત બનતા પોલીસ મથક ના મહિલા ફોજદાર ગીતા આહીર સહિત ના સ્ટાફે દોડી આવી મૃતકો ને પી.એમ. માટે દવાખાને ખસેડવા સહિત વાહન વ્યવહાર પૂર્વવર્ત કરાવી અને અકસ્માત નોતરી નાશી છુટેલા વાહન ચાલક ની શોધખોળ શરૂ કરવા માં આવી છે  બનાવ ના પગલે માલધારી સમાજ અને કોળી સમાજ સહિત ના લોકો સરકારી દવાખાને મોટી સંખ્યા માં દોડી આવ્યા હતા અને ગ્રામ્ય વિસ્તાર માં શોક નો માહોલ થયો છે.

 

Previous articleહાર્દિક પટેલને સભામાં ફડાકો ઝીંકાયો
Next articleરમણીય કિગાલી – દિવ્ય રામકથા