વેરાવળ શહેરમાં ઠેર ઠેર હનુમાન જયંતીની ભારે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાટણ દરવાજા પાસે મોટા હનુમાન, એસટી ડેપોમાં જાગૃત હનુમાન, રેલવે સ્ટેશન પાસ્ે, બજરંગ સોસાયટી, કોળીવાડા વગેરે વિસ્તારોમાં આવેલ હનુમાન મંદિરોમાં હવન, બટુક ભોજન, મહાપ્રસાદ, સંતવાણી, શોભાયાત્રા, રામધુન સહિતના ભક્તિભાવ પૂર્ણ માહોલમાં કાર્યક્રમો યોજાયા હતા.