વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા પટાંગણમાં રામદેવજી મહારાજ પારાયણનું ભવ્ય આયોજન તા.૧૨ થી તા.૧૮ દરમિયાન બપોરે ૪ થી ૭ અને રાત્રે ૯ થી ૧૨ કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતાના વ્યાસાસને કરવામાં આવ્યુ હતું. તેમણે આગવી શૈલીમાં કથાનુંરસપાન કરાવ્યુ હતું. જેમાં રામદેવજીના પૂર્વ ચરિત્રો, રામદેવજીના ભક્તોનો પરીચય, રામદેવજીની સમાધી લીલા, ૧૬ પગલા તેમજ હેલો મારો સાંભળોનું ગાન કરાવી કથાને વિરામ આપ્યો હતો. આ કથાના અંતિમ દિને પૂર્વ મંત્રી જશાભાઇ બારડ ઉપસ્થિત રહૃાા હતા. સમાજના પટેલ લખમભાઇ ભેંસલા, નગરપાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, પૂર્વ પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, તુલસીભાઇ ગોહેલ, રાજુભાઇ દરી વગેરેએ કથાનું સફળ સંચાલન કર્યુ હતું.