ગઢડામાં પોલીસ, CRPF દ્વારા ફ્લેગમાર્ચ, વાહન ચેકીંગ કરાયા

574

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ જતાં તમામ લોકો તૈયારીઓ માં લાગી ગયાં છે. સાથે સાથે તંત્ર વિભાગ અને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જણાઈ રહ્યું છે

ત્યારે પોલીસ અને વિવિધ લશ્કર-સીઆઇએસએફટૂકડીઓ દ્વારા જીલ્લાઓમાં અને તાલુકા ઓ મા ફ્લેગમાર્ગ કરી વિસ્તારોનું નિરક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

ગઢડા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ  ટી.એસ.રીઝવી તથા સીઆરપીના જવાનો સાથે તેમનાં અધિકારીઓ સહીત ગઢડા પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ ગઢડા મુખ્ય માર્ગમાં હાઈવે રોડ સ્વામીનારાયણ મંદિર સહીત ગઢડા વિસ્તારમાં  ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

વિવિધ વિસ્તારોમાં બારીકાઈથી નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું .સાથે સાથે ગઢડા પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણી ને લઇને રાજ્ય મા કડક આચારસંહિતા નો અમલ શરૂ છે ત્યારે ગઢડા વિસ્તારમાં   આવા સમયે દારૂ રોકડ રકમ ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થ તથા નશીલા પદાર્થો ની હેરાફેરી ન થાય તે માટે ગઢડા પોલીસે ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે

ગઢડા માંથી પસાર થતાં તમામ વહાનને ચેક કરવા માટે ની પોલીસે ઝુંબેશ શરૂ કરી છે ત્યારે ગઢડા હાઇવે રોડ પર એન્ટ્રી થતાં મેઇન રોડ બાઇપાસ સહિત ના વિસ્તારોમાં વાહનનું સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ચૂટણી આયોગના આચારસંહિતા ના નિયમના આદેશ ના પગલે ગઢડા પોલીસ સ્ટાફ દ્વારા સધન વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.

Previous articleનિચા-કોટડા ચામુંડા મંદિરે નવચંડી યજ્ઞ
Next articleજીવલેણ અકસ્માત સર્જતી ૧૧ કે.વી. વીજ લાઇન બદલવા વાવેરા સરપંચની રજૂઆત