ગીર સોમનાથ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પૂલવામાંના આતંકી હુમલામાં શહીદ થયેલા પરીવારોને સહાય માટે શહીદ ફંડ એકત્ર કરવાનું નક્કી કર્યુ હતું જેમાં જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કુલ રૂા.આઠ લાખ પંચોતેર હજાર જેવી રકમ એકત્ર કરી આ ફંડ પ્રમુખ રામસીભાઇ પંપાણીયા, મહામંત્રી દિપકભાઇ નિમાવતે ટીમ સાથે જીલ્લા કલેક્ટર અજયપ્રકાશની મુલાકાત લઇ આ ફંડ આરટીજીએસ દ્વારા દિલ્લી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જીલ્લા કલેક્ટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સગારકાએ અભિનંદન પત્ર પાઠવી રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી.