ઢસાનાં તાત્કાલીક હનુમાનજી મંદિરે પદયાત્રીકો માટે ફ્રી ચા-પાણીનાં સ્ટોલ

805

ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે આવેલ તાત્કાલિક હનુમાન મંદિરે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સ્ટોલ બનાવવા મા આવેલ જેમાં ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે

હનુમાનજી ની જન્મ જયંતિ ની ભવ્યાતિભવ્ય ઉજવણી કાલ રાત્રે થીજ અવિરત  માનવ પ્રવાહ શરૂ થયગયેલ જે અનુસંધાને દરેક દિશા એ પાલ સેવા સ્ટોલ ઠંડાપાણી ચા શરબત ફુટડિશ અનેક પ્રકારના અલ્પહારો ના ઉપહાર સાથે સ્વૈચ્છિક સામાજિક સંસ્થા ઓના સ્વયમ સેવકો ની સુંદર સેવા ઓ પદયાત્રી ઓ માટે કરવામાં આવેલ છે.

ઢસા જંકશન ખાતે આવેલ તાત્કાલિક હનુમાન મંદિરે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ચા.પાણી નાસ્તા સહીત નો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો.

આ સેવામાં ઢસા શાર્ક માકેટ ના વેપારી યુવાનો વડીલો સહિત ગામનાં આગેવાનો જોડાયાં હતાં આ સ્ટોલ ૨૪ કલાક સુધી ધમધમતો રહશે જેનો લાભ હજારો પદયાત્રી ઓ સહીત ઢસા ની જનતા મોટી સંખ્યામાં પ્રસાદ લેવા ઉમટેલ. ઢસા ખાતે આવેલ તમામ હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleશહિદ પરિવારો માટે ૮.૭૫ લાખનું ફંડ એકત્ર કરાયું
Next articleનિચા-કોટડા ચામુંડા મંદિરે નવચંડી યજ્ઞ