રાજુલા તાલુકાના વાવેરા ગામે ૧૧ કે.વી. હેવી વિજ લાઇન સબ સ્ટેશન ચોકથી પ્લોટ વિસ્તારમાં પસાર થઇને નદી વિસ્તારનાં સામાકાંઠા વિસ્તારમાં થઇને મેઇન રોડ સુધી પસાર થાય છે. જે લાઇન સોમનાથ ૧૧ કે.વી. નામે ઓળખાય છે. આ લાઇન ગામમાં પસાર થતા અનેક વખત અકસ્માતોના બનાવો બની રહ્યા હોય જેના કારણે ગ્રામજનો દ્વારા અવાર નવાર ફરીયાદો કરવામાં આવી રહેલ છે. અને ગ્રામ પંચાયત કચેરીમાં પણ આ અંગે અવાર નવાર રજૂઆતો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહેલ છે.
તાજેતરમાં ભવાનભાઇ જીવાભાઇ બાંભણીયા (ઉ.વ.૫૫) સબ સ્ટેશન ચોક વિસ્તારમાં પોતાના કામ સબબ મકાનની અગાશીમાં હતા જે દરમ્યાન ૧૧ કે.વી. હેવી વિજ લાઇન પસાર થતો હોય જેને અગાશીમાં જ શોર્ટ લાગેલ છે. અને ગંભીર હાલતમાં દવાખાનામાં દાખલ કરવાની ફરજ પડેલ છે. અને હાલ પણ તેની તબીયત નાજુક છે. જેની ગ્રામજનોના આક્રોશનો માહોલ સર્જાયેલ છે. અને આપની કંપનીમાં ગ્રામજનો દ્વારા અવાર નવાર રજુઆતો કરવા છતાં કોઇ પગલાં ભરવામાં ન આવતા આ જીવલેણ અકસ્માત સર્જાયેલ છે.
જેથી ગ્રામજનોની માંગણી અન્વયે આ ૧૧ કેવી વિજલાઇન જે ગામમાંથી પસાર થાય છે તેના બદલે બાબરીયાથી આવતી આ ૧૧ કેવી વિજલાઇનને બારોબાર બાયપાસ ઉપરથી પસાર કરવામાં આવે તો વાવેરા ગ્રામમાં વારંવાર જીવલેણ અકસ્માતો થઇ રહેલ છે. તે અટકે જેથી આ અંગે તાત્કાલીક તપાસ કરી આ ૧૧ કેવી લાઇન બદલવા અને તેની જાણ તાત્કાલીક ગ્રામ પંચાયત વાવેરાને જાણ કરવા રજૂઆત કરેલ. જો આ કામગીરી દિવસ ૧૫માં કરવામાં નહીં આવે તો નાછૂટકે વાવેરા ગ્રામજનો દ્વારા વીજ કચેરી સામે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે. આ બાબતે સરપંચ બીચ્છુભાઇ ઘાખડા ઉપસરપંચ કનુભાઇ ઘાખડા એ રજુઆતમાં ગ્રામજનો વતી તાત્કાલીક પગલાં લેવામાં નહીં આવે તો પીજીવીસીએલ કચેરીએ તાળા બંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.