સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી

1319

સમગ્ર વિશ્વમાં આજે પવન પુત્ર હનુમાન જયંતી ની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે બોટાદ જીલ્લામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર  ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરે શુક્રવાર ના રોજ તા-૧૯.૪

૨૦૧૯ ના ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સાનિધ્યમાં હનુમાન જયંતીની વિશિષ્ટ રીતે  ઉજવણી કરવામાં આવી હતી.આ હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજી મંદિરના પરિસરમાં સૌ પ્રથમવાર ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવ્યો હતો.આ લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળવા હજારો લોકો મંદીરના પરિસરમાં ગોઠવાઈ ગયા હતા.જ્યારે લાઈટ એન્ડ સાઉન્ડ શો ની શરૂઆત થતા જ એક અદભૂત વાતાવરણ નો અહેસાસ હાજર લોકોને થયો હતો.સાથે હનુમાન જયંતિ ની આગલી રાત્રે તા-૧૮.૪.૨૦૧૯ ને ગુરૂવારે રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને હાસ્યકલાકાર દિગુભા ચુડાસમા તથા સાથી કલાકારો દ્વારા મોડી રાત સુધી લોક ડાયરાની રમજટ બોલાવી હતી.જ્યારે હનુમાન જયંતીના દિવસે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સવારે ૫.૧૫ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી.જેમાં વહેલી સવારે ભારેભીડ જોવામળી હતી.સવારે ૭ કલાકે શણગાર આરતી સવારે ૯ઃ૩૦ સમૂહ યજ્ઞ પૂજન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ૨૦૦૦ કરતા વધુ યજમાનો દ્વારા દાદાનુ સમૂહયજ્ઞ પૂજન કરવામાં આવ્યુ હતુ.વર્ષોથી ફક્ત પુરૂષો જ પુજનનો લાભ લેતા હતા જ્યારે આ વર્ષે મહિલાઓએ પણ પૂજનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી હતી.બપોરે ૧૨ કલાકે ભવ્ય અન્નકુટ આરતી સહીત જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.હનુમાન જયંતી ના પવિત્ર દિવસે  દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દાદાના દર્શનાર્થે આવતા હોય છે તેમને કોઈ અસુવિધા ન થાય માટે મંદીર દ્વારા વિશેષ સગવડ કરવામાં આવી હતી સાથે તમામ દર્શનાર્થીઓ માટે ચા-પાણી,નાસ્તો,મહાપ્રસાદ ની જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી.હનુમાન જયંતિ ઉત્સવ પ્રસંગે સાળંગપુર મંદીરના કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી ગુરૂ મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) તથા સંતમંડળ દ્વારા આ હનુમાન જયંતી મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યુ હતું.

Previous articleચકલીઘર, પાણીનાં કુંડાનું વિતરણ
Next articleસિંધુનગરમાં વાનરસેના નીકળી