ચાલબાજની રિમેક ફિલ્મમાં  આલિયા ભટ્ટના રોલને લઇ  ચર્ચા

532

આશરે ૩૦ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં   શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા છે. જેમાં આલિયા  ભટ્ટની પસંદગ શ્રીદેવીવાળા રોલ માટે કરવામાં આવી છે. ચાલબાજને આધુનિક રીતે યુવા પેઢીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીદેવીના રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી. હવે તપાસ પૂર્ણ થઇ છે. ડેવિડ ધવને આલિયાની પસંદગી કરી હોવાની વાત કરી છે. આલિયા સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે.  ડેવિડ ધવને હવે તેની પસંદગી કરી લીધી છે. આલિયા ફિલ્મમાં ડબલ રોલ કરનાર છે. ચાલબાજની રીમેક બને તેવી ઇચ્છા  સ્વર્ગસ્થ શ્રીદેવીએ પણ એક વખતે વ્યક્ત કરી હતી. રજનિકાંતના રોલમાં વરૂણ ધવન રહેશે. અનુપમ ખેરના રોલમાં રોલમાં તે પોતે જ નજરે પડી શકે છે.અગાઉની ફિલ્મમાં શક્તિ કપુર અને અન્નુ કપુરની પણ ચાવીરૂપ ભૂમિકા હતી. કાસ્ટિંગને લઇને ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં સન્ની દેઓલના રોલમાં કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇની પસંદગી કરવામાં આવી નથી. જો કે ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવી શકે છે. રામ અને શ્યામની રીમેક પર ચાલબાજ બનાવવામા ંઆવી  હતી. સીતા ઔર ગીતાની રીમેક  પર તે ફિલ્મ બની હતી. આલિયા ભટ્ટ હાલમાં સૌથી લોકપ્રિય યુવા સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. આવી સ્થિતીમાં હવે તેને મોટા રોલ માટેની ફિલ્મ મળી છે. હાલમાં તે રણબીર સાથે સંબંધના કારણે વધારે ચર્ચામાં રહી છે.

Previous articleડાયના પેન્ટીની પાસે ખુબ ઓછી ફિલ્મો
Next articleપ્રિયંકા ચોપડા રિતિક રોશનની સાથે ફરી રહેશે