રોયલ ચેલેન્જર્સના હાથે ૧૦ રનથી મળેલા પરાજય બાદ કોલકત્તા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે કહ્યું કે, મોટા લક્ષ્યનો પીછો કરતા સમયે તેને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવો જોઈએ. બેંગલોરે આપેલા ૨૧૪ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા માટે રસેલ (૬૫) અને નીતીશ રાણા (અણનમ ૮૫)ની સાથે મળીને માત્ર ૪૮ બોલ પર ૧૧૮ રનની ભાગીદારી કરી હતી. પરંતુ તેમ છતાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.
રસેલે મેચ બાદ કહ્યું, જ્યારે તમે આ પ્રકારના મેચ હારો તો એક પ્રકારે ખાટ્ટુ-મીઠું લાગે છે. અમારા ખેલાડીઓએ ઘણો પ્રયત્ન કર્યો અને મેચને તે સ્થિતિમાં લઈ ગયા જ્યાં માત્ર બે મોટા શોટ્સની વાત હતી. પરંતુ અમે ઘણું શીખવા મળ્યું છે.
તે પૂછવા પર કે શું તમને લાગે છે કે, આવી સ્થિતિમાં તમારે નંબર-૪ પર બેટિંગ કરવી જોઈએ, રસેલે કહ્યું, મારૂ માનવું છે કે ક્યારેક-ક્યારેક તમારે એક ટીમના રૂપમાં થોડું ફ્લેક્સિબલ રહેવું જોઈએ. તેણે કહ્યું, ટીમની આ સ્થિતિને જોતા હું નંબર-૪ પર બેટિંગ માટે ના ન પાડું. મારૂ માનવું છે કે બેટિંગ માટે મારા ક્રીઝ પર રહેવા પર મને આઉટ કરવા માટે વિરાટ કોહલી પોતાના સૌથી સારા બોલરને મોરચા પર લગાવત.