મુંબઈ ઇન્ડિયન્સના ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાનું નાના ભાઈ હાર્દિક વિશે એવું માનવું છે કે તે થોડા સમય પહેલાં ઈજાને લીધે તેમ જ અન્ય કારણોસર ક્રિકેટથી દૂર હતો ત્યાર બાદ હવે વધુ સારો ક્રિકેટર બની ગયો છે. હાર્દિક અત્યારે આઇપીએલમાં બહુ સારા ફૉર્મમાં છે. તેણે ૯ મૅચમાં ૨૧૮ રન બનાવ્યા છે, ૮ વિકેટ લીધી છે અને ૯ કૅચ પકડ્યા છે.
કૃણાલે કહ્યું હતું કે ‘હાર્દિક કેટલાક કારણોને લીધે મેદાનથી દૂર હતો ત્યારે તેણે ફિટનેસ સુધારવા પર ખાસ ધ્યાન આપ્યું હતું. અગાઉ તે સ્પિનરોની બોલિંગમાં ફટકાબાજી કરતો હતો, પણ હવે પેસ બોલરોને પણ છોડતો નથી. તેનો ‘મરતે દમ તક’નો અભિગમ મને બહુ ગમે છે. દરેક વર્ષે તે પોતાની યશકલગીમાં નવું એકાદ પીછું તો ઉમેરે જ છે.’ દરમિયાન, હાર્દિકના કોચ જિતેન્દ્રસિંહનું માનવું છે કે ‘મારો આ સ્ટુડન્ટ કિશોરમાંથી પરિપકવ માણસમાં પરિવર્તિત થયો છે. તેનામાં ઘણી પરિપકવતા જોવા મળી રહી છે.’