ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં રવિવારે સનરાઇઝ હૈદરાબાદ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જોરદાર જંગ ખેલાનાર છે. હૈદરાબાદના ઐતિહાસિક મેદાન ખાતે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. બંને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી છે.દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલક્તાની ટીમમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડી છે. બીજી બાજુ વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝ પણ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જોવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. બંને ટીમો નીચે મુજબ છે. આવતીકાલે રવિવાર હોવાથી બે મેચ રમાશે. જે પૈકીની આ પ્રથમ મેચનુ સાંજે ચાર વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે.
સનરાઇઝ હૈદારબાદ : અભિષેક , બેરશો, થંપી, રિકી ભુઈ, શ્રીવંત ગોસ્વામી, માર્ટિન ગુપ્ટિલ, હુડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ નબી, નદીમ, નટરાજન, મનિષ પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સિદ્ધિમાન સહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકીબ અલ હસન, સ્ટેનલેક, ડેવિડ વોર્નર, વિલિયમસન
કોલકત્તા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક (કેપ્ટન), બ્રેથવેઇટ, ચાવલા, ડેનલી, ફર્ગુસન, ગુરને, કુલદીપ, લિન, મુંધે, નાગરકોટી, નાયક, નારેન, નોર્ટજે, ક્રિષ્ણા, પૃથ્વિ રાજ, નિતિશ રાણા, રસેલ, માવી, શુભમન ગિલ, રિન્કુ સિંઘ, રોબિન ઉથ્થપા