ચંદ્રાલા ગામમાં રામજી મંદિર ખાતે હનુમાનજી જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ૮ કલાક, રામજી મંદિરથી શોભાયાત્રા નિકળીને ગામના વિવિધ વિસ્તારોમાં ફરીને બપોરે ૧૨ કલાકે, રામજી મંદિર ખાતે પરત આવતા મહાઆરતી યોજવામાં આવી હતી. સાંજે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.