ગાંધીનગર સચિવાયલ સંકૂલમાં શહેર વસાહત મહામંડળ દ્વારા શ્રમિકોની ચરણસેવા કરવામાં આવી એટલે તે કાળઝાળ ગરમીમાં તેમને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અરુણ બુચ. બી.એ. શુક્લ, મયુર વ્યાસ, શશીકાંત મોઢા દ્વારા આયોજીત આ સેવાનો ૨૦૦થી વધુ શ્રમિકોએ લાભ લીધો હતો. આગામી દિવસોમાં બાળકો અને શ્રમિકોની ચરણસેવા મહામંડળ તથા અરુણોદયસેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.