રાજુલાના બારોટ રણુકા પરિવાર દ્વારા સુરાપુરા રામબાપુના ઇતિહાસ સ્થાન સરંભડા ગામે કથા મહાપ્રસાદના આયોજનમાં હજારો ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો મહંત સીતારામબાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા.
રાજુલાના બારોટ રેણુકા પરિવાર દ્વારા સુરાપુરા રામબાપુના સ્થાન પીપરીયા હનુમાન ગારીયાધાર પાસે સરંભડા ગામે હનુમાન જયંતિ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા, ભજન, કિર્તન અને મહંત સીતારામબાપુ તથા સરંભડા ગામ સહિત આજુબાજુના છેક સુરતથી ખાસ પધારેલા સીતારામબાપુના સેવકગણો દ્વારા ગામ ધુવાડો બંધ રખાવી હનુમાન જયંતિ મહાપર્વ મહાપ્રસાદનું સુંદર આયોજન બપોર અને સાંજ આમ બે વખત હરિહરનો સાદ પાડી હનુમાન જયંતિના મહાપર્વની ઉજવણી કરવામાં આવી તેમજ રાજુલાના બારોટ રેણુકા પરિવારના અમરૂભાઇ બારોટ, આપભાઇ બારોટ, ઘનશ્યામ બારોટ મહુવા, તુષારભાઇ બારોટ, યુવરાજભાઇ બોરાટ, યાજ્ઞિકભાઇ બારોટ, હેતવિરભાઇ બારોટ, ભવ્યરાજ, જીતેન્દ્રભાઇ બારોટ, જયરાજભાઇ બારોટ, હરેશભાઇ મનાતર, પીયુષભાઇ લગ્ધીર તેમજ સુરાપુરા મેરામબાપુ પરીવારના અનકભાઇ ખુમાણ, સુરીંગભાઇ પણ હાજર રહી હનુમાન જયંતિ મહાપર્વની ધામધૂમથી ઉજવણીૂ કરવામાં આવી હતી.