જલિયાણ સેવા ગૃપ દ્વારા સેવાની સરવાણીના ભાગરૂપે અબોલ પશુ-પક્ષીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવા માટેનું પાણી મળી રહે તે માટે ઉમદા હેતુથી પાણી ભરવા માટેની મોટી કુંડીનું વિતરણ ગત તા.૧૮ને ગુરૂવારે જલારામ ધામ ખાતે રાખવામાં આવેલ. આ સેવાયજ્ઞમાં ૧૦૦ કુંડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેઓને કુંડી આપવામાં આવેલ તેઓને નિયમિત પાણી ભરવું તેમજ સાફ-સફાઇ કરવા માટે પણ સમજાવવામાં આવેલ. કુંડીઓની માંગણીઓને ધ્યાનમાં લઇને આવતા ગુરૂવારે ૨૫-૦૪-૧૯ ના રોજ પણ વહેલા તે પહેલાના ધોરણે બીજી કુંડીઓનું વિતરણ કરવામાં આવનાર છે.
આ શુભ કાર્યમાં જલારામ સેવા સમાજના પ્રમુખ સેવંતીલાલ ઠક્કર, મંત્રી અશોકભાઇ પોપટ, દ્વારા સેવા કાર્યને બિરદાવેલ. જલિયાણ સેવા ગૃપના સભ્યો નિલેષ પૂજારા, પાર્થ ઠક્કર, જીજ્ઞેશ હાલાણી, વિનોધ ઉદેચા, હેમંત પોપટ, ઉષાંગ પારેખ, પ્રિયંક ઠક્કર, કુશ ઉદેચા, હર્ષ ઉદેચા સહિત અનેક કાર્યકરોએ ઉપસ્થિત રહી કાર્યમાં સેવા આપેલ.