બાબરા તાલુકા માં લોકસભા ૨૦૧૯ ચુંટણી અન્વયે મતદારો ની નીરસતા ની સાથો સાથ રાજકીય આગેવાની લેનારા તાલુકા ના આગેવાનો પોતાનું વર્ચસ્વ ટકાવવી રાખવા માટે પાયા ના કાર્યકરો સહિત અન્યો ની રાજકીય કારકિર્દી ટુંકી કરવા માં વ્યસ્ત હોઈ તેમ ચુંટણી પ્રચાર પ્રસાર માં આજ દિવસ સુધી નોંધ સુદ્ધાં લેવા માં આવી નહી હોવાના બળાપા બંને પક્ષે નીકળી રહ્યા છે.
મતદાન આડે માત્ર ગણતરી ની કલાકો બાકી છે અને આજ સાંજ થી ચુંટણી પ્રચાર ના પડઘમ શાંત થયા ત્યાં સુધી બાબરા તાલુકા માં એક પણ નોંધ પાત્ર સભા કે રેલી નું આયોજન કોઈ પક્ષ કરી શક્યું નથી ધોમધખતા તાપ વચ્ચે મતદારો ને રીજવવા આગેવાનો દ્વારા ગ્રુપ મીટીંગો ના આયોજનો થાય છે પરંતુ પોતાની પાર્ટી ના ગુણગાન સાંભળવા મતદારો સભા કે ગ્રુપ મીટીંગો સુધી ધારણા મુજબ ની સંખ્યા નહી થવાથી રાજકીય પક્ષો મતદારો નું મન કળવા માં નિષ્ફળ રહ્યા છે.
ત્યારે હવે મતદાનને આડે માત્ર ત્રણ દિવસ રહ્યા હોય અને આજે રવિવારે સાંજના પ્રચાર પૂર્ણ થયા બાદ ડોર ટુ ડોર પ્રચાર અને ગૃપ મીટીંગોમાં રાજકીય પક્ષો વ્યસ્ત બનશે.