દહીથરા અલખધણી ગૌશાળાની ગાયો માટે મકરસંક્રાંતિની જોળી ફેરવવા મીટીંગ મળી

960
guj1212018-5.jpg

દામનગરના દહીંથરા ખાતે આવેલ અલખઘણી ગૌશાળા ભગવાન મહાવીર સ્વામી પાંજરાપોળ દ્વારા થતી ગૌસેવા દૂરસદુર વિસ્તરી રહી છે પાંચો ઉપરાંત અબોલ જીવો બીમાર ગાયોની સેવા માટે દરવર્ષે મકરસંક્રાંતિની જોળીની વિશાળ મીટીંગ દહીંથરા ગૌશાળા સંકુલમાં મળી હતી આ મીટીંગમાં અનેકો ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગૌસેવકોની હાજરી રહી હતી.
મકરસંક્રાંતિની જોળીની સેવા માટેની મીટીંગમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી  સ્વંયમ સેવકો દ્વારા જાતે ટેક્ટર કે અન્ય વાહન વ્યવસ્થા કરી ખોળ ગોળ નિરણ અનાજ સહિત દ્રવ્ય એકઠું કરી સંસ્થા સુધી પહોંચાડી ઉતમોતમ સેવા માટે સમર્પણ કરતા ગૌસેવકો દહીંથરા, દામનગર, ચભાળિયા, ભિગરાડ, રાભડા, ભટવડર, માંડવી, ઠાંસા મૂળિયાપાટ, ભમરીયા, જલાલપર, કાંચરડી, નવાગામ, ઢસા, આંબરડી, મેમદા, ધ્રુફણીયા, સુવાગઢ, પ્રતાપગઢ, ભુરખિયા, રામપર, તાજપર, હજીરાધાર, ધામેલ, ભાલવાવ, વિકળિયા, ઉમરડા, પાડરશીંગા, શાખપુર, પાંચતલાવડા, નાનારાજકોટ, મેથળી સહિતના ગ્રામ્યમાંથી સ્વંયમ સેવકો હાજર રહેલ. મકરસંક્રાંતિની જોળી માટે એક દિવસ રોડ રસ્તા પર સ્ટોલ વાહનો ફેરવી ઘેર ઘેર જોળી લઈ એક દિવસ માટે અબોલ જીવો માટે સેવા કરવા તત્પર સ્વંયમ સેવકોની પરોપકાર માટે સ્વંયમ વ્યવસ્થા સાથે દહીંથરા ગૌશાળા માટે જોળી ફેરવતા ગૌસેવકો મિલ જિન ભડિયા હીરાઉદ્યોગ મુખ્ય બજારોમાં ફરી દ્રવ્ય એકઠું કરી અબોલ જીવો માટે અદભુત કાર્ય કરવાના સંકલન માટેની મીટીંગમાં મોટી સંખ્યામાં ગૌસેવકોની હાજરી રહી હતી. 

Previous articleજાફરાબાદ તાલુકા પંચા. કચેરી ખાતે આંકડાકિય પ્રણાલી વર્કશોપ યોજાયો
Next articleનવા રતનપર શાળાનું ગૌરવ