હોરર ફિલ્મ ’કંચના ૨’ની હિન્દી રિમેકમાં અક્ષય ’ટ્રાન્સજેન્ડર’ ભૂતના રોલમાં દેખાશે

1926

હિટ તમિળ હોરર કોમેડી ફિલ્મ ’કંચના ૨’ની હિન્દી રિમેક બનવાની છે. આ રિમેકમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે અને ફિલ્મનું હાલ પૂરતું નામ ’લક્ષ્મી’ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મનું શૂટિંગ ટૂંક જ સમયમાં શરૂ થશે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અક્ષય નિર્ભય માણસનો રોલ કરશે જે ભૂતમાં માનતો નથી. ફિલ્મમાં કિઆરા અડવાણી અક્ષય કુમારની પત્નીના રોલમાં જોવા મળશે. કિઆરા અને અક્ષયની આ ’ગુડ ન્યૂઝ’ પછીની સાથે બીજી ફિલ્મ હશે. ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર રાઘવ લૉરેન્સ જ હિન્દી રિમેક ડિરેક્ટ કરશે.અક્ષયનું કેરેક્ટર નિર્ભય માણસનું છે. મેકર્સે ફિલ્મનું નરેશન અક્ષયની પત્નીનો રોલ ભજવનારી કિઆરા માટે બદલ્યું છે. ઓરિજિનલ ફિલ્મમાં હીરોની માતા અને તેની ભાભીનો પણ મહત્ત્વનો રોલ હતો. હિન્દી રિમેકમાં અક્ષય પર એક ભૂત કબ્જો કરે છે, એ સ્ટોરીનો ટર્નિંગ પોઇન્ટ છે. અક્ષયને ’લક્ષ્મી’ નામના ટ્રાન્સજેન્ડરનું ભૂત વળગે છે.

Previous articleઅમૃતા રાવ ઠાકરેમાં તેમના મરાઠી અભિનય માટે દાદાસાહેબ ફાલ્કે શ્રેષ્ઠતા પુરસ્કારથી સન્માન મળ્યું!
Next article‘દબંગ-૩’ ફિલ્મમાં સલમાન ખાનના જમણા હાથ તરીકે તેલુગુ કોમેડિયન અલી બાશા દેખાશે