ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૨મી સિઝનમાં સનરાઝઇર્સ હૈદરાબાદ માટે આંચકાજનક સમાચાર આવ્યા છે.
હૈદરાબાદે તેના શાનદાર બેટ્સમન જોની બેયરસ્ટો વગર જ આગળનીએ મંજીલ કાપવી પડશે. ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ કેમ્પમાં સામેલ થવા બેયરસ્ટો સ્વદેશ પરત ફરવું પડશે.
બેયરસ્ટો ૨૩ એપ્રિલ સુધી જ આઈપીએલમાં હૈદરાબાદ વતી રમશે. તે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આ સિઝનમાં પોતાની અંતિમ મેચ રમશે. તે રવિવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમાનારા મેચમાં પણ ટીમમાં રહેશે.
કોલકત્તા વિરુદ્ધ રમાનારી મેચ પહેલા બેયરસ્ટોએ જણાવ્યું હતું કે, અમે ૨૩ એપ્રેલિ ચેન્નઈ વિરુદ્ધ મેચ રમીને પરત ફરી જશું, પછી અમારો વિશ્વ કપ કેમ્પ શરૂ થશે. ત્યારબાદ અમે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મેચોની વનડે સિરીઝ અને બે પ્રેક્ટિસ મેચમાં અમારો સામનો અફગાનિસ્તાન તથા ઓસ્ટ્રેલિયા સામે થશે.
આ સિઝનમાં હૈદરાબાદ માટે ઈંગ્લેન્ડના બેટ્સમેને દમદાર બેટિંગ કરતા આઠ મેચોમાં ૫૨.૧૪ની એવરેજથી કુલ ૩૬૫ રન બનાવ્યા છે. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમાં નંબર પર છે.
બેયરસ્ટોએ કહ્યું, અત્યાર સુધી ટોપ-૫ બેટ્સમેનોમાં સામેલ થવું સારૂ રહ્યું. મને રન બનાવીને અને ટીમમાં મારૂ યોગદાન આપીને ખુબ આનંદની લાગણી થઈ રહી છે.