ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો

579

દેશની ૧૦ ટોચની કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સંયુક્ત રીતે ૯૮૫૦૨.૪૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આઈટીની મહાકાય કંપની ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી વધુ વધાર થયો છે. ગુરૂવારના દિવસે પુરા થયેલા ગાળા દરમિયાન અન્ય કંપનીઓમાં રિલાયન્સ, એચડીએફસી બેંક, એચયુએલ, કોટક મહિન્દ્રા બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. જ્યારે ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટમૂડી સૌથી વધુ વધી હોવા છતાં હાલમાં તે બીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહમાં બુધવાર અને શુક્રવારના દિવસે રજા રહી હતી. મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઈડેની શેરબજારમાં રજા રહી હતી. છેલ્લા સપ્તાહમાં ખૂબ ઓછો કારોબાર થયો હતો કારણ કે બે રજા રહી હતી. સેન્સેક્સમાં ગુરૂવારના દિવસે ૩૭૩ પોઈન્ટનો ઉછાળો થતા તેની સપાટી ૩૯૧૪૦ નોંધાઈ હતી. ટીસીએસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૪૯૪૩૭.૬૭ કરોડ રૂપિયાનો વધારો થતા તેની માર્કેટ મૂડી વધીને ૮૦૫૦૭૪.૧૪ કરોડ થઈ હતી. કંપની દ્વારા માર્ચ ૨૦૧૯ના ત્રિમાસિક ગાળા માટે તેના નેટ પ્રોફિટમાં વધારો દર્શાવવામાં આવ્યા બાદ કંપનીના શેરમાં સતત વધારો થયો છે. નેટ પ્રોફિટમાં કંપની દ્વારા ૧૭.૭ ટકાનો વધારો દર્શાવવામાં આવ્યા પછી ટીસીએસની માર્કેટ મૂડી વધી રહી છે. બીજી બાજુ આરઆઈએલની માર્કેટ મૂડી ૨૫૯૫૭.૧૮ કરોડ વધીને ૮૭૬૫૮૫.૮૧ કરોડ થઈ ગઈ છે. એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેડ મૂડી પણ વધી છે. ઈન્ફોસિસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. તેની માર્કેટ મૂડી ૧૩૭૪૦.૩ કરોડ રૂપિયા ઘટીને હવે ૩૧૨૯૯૦.૨૫ કરોડ નોંધાઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટીએ આરઆઈએલ પ્રથમ સ્થાને જ્યારે બીજા સ્થાને ટીસીએસ અકબંધ રહી છે. આવતીકાલથી નવા કારોબારી સત્રમાં સ્પર્ધા રહેશે.

Previous articleજેટ કટોકટી : પ્રવાસીઓને રિફંડ લેવામાં સમય લાગશે
Next articleગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી એચ.કે. ખાનનું નિધન