ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી એચ.કે.ખાનનું શનિવારે નવી દિલ્હી ખાતે નિધન થયું છે. ખાન ગુજરાતની ૧૯૫૬ની આઇએએસ કેડરના અધિકારી હતા. તેમના નિધન પર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. એચ.કે.ખાને ગુજરાતમાં અનેક મહત્વના પદ સંભાળ્યા હતા. તેઓ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટમાં પ્રિન્સિપલ સેક્રેટરી પણ રહી ચૂક્યા હતા. ૧૯૮૭માં તેઓ કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પણ રહ્યા હતા.
નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતા ટિ્વટ કરી છે, જેમાં કહ્યું છેકે, ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી અને વરિષ્ઠ આઇએએસ ઓફિસરના નિધનથી દુઃખી છું. તેમણે ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ વહિવટી કાર્યમાં કુશળતા અને નીતિગત બાબતોમાં પકડ ધરાવતા હતા.