રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું, તાપમાન ૪૧ થઈ ગયું

881

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ ફરી એકવાર જોરદારરીતે વધી રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં પારો ફરી એકવાર વધીને ૪૧ ઉપર પહોંચ્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ આજે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં થયો હતો. જ્યાં પારો ક્રમશઃ ૪૧ અને ૪૧.૩ સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત વડોદરા, ભુજ, કંડલા એરપોર્ટ ખાતે પણ પારો ૪૦થી ઉપર પહોંચ્યો હતો. હિટવેવ માટેની ચેતવણી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવી છે. લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. મહત્તમ તાપમાનમાં ફરી વધારો થતા હાલ સાવચેતી રાખવાની જરૂર દેખાઈ રહી છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. મહત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થવાની શરૂઆત થઇ ચુકી છે. હાલમાં હવામાનમાં આવેલા પલટાના કારણે મહત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો થયો હતો. હાલમાં ગરમીથી રાહત પણ મળી હતી. હવામાનમાં આવેલા પલટાના લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદ અને વાવાઝોડાથી ૧૦થી વધુના મોત થયા હતા. ત્યારબાદથી તાપમાન ઘટી ગયું હતું પરંતુ વહે ફરીવાર ગરમીમાં વધારો થયો છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૧ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે.

હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે. પ્રવર્તમાન સ્થિતિ અકબંધ રહી શકે છે પરંતુ આગામી ત્રણ દિવસ દરમિયાન પારો વધશે. હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં નીચલી સપાટી પર ઉત્તર-પશ્ચિમ પવનો ફુંકાઈ રહ્યા છે. હાલમાં જ હવામાનમાં એકાએક પલ્ટો આવ્યા બાદ વરસાદ પણ થયો હતો. જેથી લઘુત્તમ તાપમાનમાં અને મહત્મ તાપમાનમાં વુ ઘટાડો થયો હતો. ગરમી એકાએક ઘટી ગઈ હતી પરં હવે ફરી વધી છે.

Previous articleશ્રીલંકા આઠ બ્લાસ્ટથી રક્તરંજિત : ૨૧૫ લોકોના મોત : ૫૦૦લોકો ઘાયલ
Next articleદેશને કર્ફ્યુમુક્ત બનાવવા માટે અથાક પરિશ્રમ જારી છે : મોદી