જાફરાબાદ ચોકના હનુમાનજી મહારાજના સાનિધ્યમાં મારૂતિ યજ્ઞ તથા કથા તથા બટુભોજનનું આયોજન થયેલ. હનુમાન જયંતિના દિવસે મારૂતિ યજ્ઞનું આયોજન થયેલ તેમાં રોહિતભાઇ, મનહરભાઇએ યજ્ઞનો લાજ્ઞ લીધેલ તથા સાંજે સત્યનારાયણ ભગવાનની કથામાં ચેતનભાઇ શિયાળ કથાનો લાભ લીધેલ જાફરાબાદ વેપારી એસોસીએશનની ઉપસ્થિતિ રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના પૂજારી લાલભાઇ ગૌસ્વામીએ જહેમત ઉઠાવી હતી.