વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી નિમિત્તે આજે તા.૨૧ એપ્રિલે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રે ભાવનગર દ્વારા પ્રોટેક્ટ અવર સ્પેસીસ વિષય પર દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર ખાતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇને ચિત્રો દોર્યા હતા. વિજેતા પ્રથમ ત્રણ બાળકોને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.